સુવિચાર :- "માનવી પાસે કશું ના હોય તો અભાવ નડે છે,થોડું હોય તો ભાવ નડે છે,અને બધું હોય તો સ્વભાવ નડે છે...."

લેંડાઉ પ્રાથમિક શાળા તમામ વાચક મિત્રોનું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરે છે..

શાળા વિષે


લેન્ડાઉ પ્રાથમિક શાળા વિષે 





આ શાળા બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાથી ૯  કી.મી.ના અંતરે  લેન્ડાઉ ગામમાં આવેલી છે. શાળાની સ્થપના તારીખ ૨૧/૧૨/૧૯૫૪ ના રોજ કરવામાં આવી હતી.
શાળામાં ૧ થી ૮ ધોરણ સુધીના અભ્યાસની સુવિધા છે.જેમાં ધોરણ ૧ થી ૪ ના વર્ગોમાં પ્રજ્ઞા અભિગમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.આ શાળામાં જુન ૨૦૧૧ થી પ્રજ્ઞા અભિગમ અમલી બન્યો છે.જ્યારે ધોરણ ૬ થી ૮ માં તાસ પદ્ધતિ દ્વારા વિષય શિક્ષણ આપવામાં આવે છે.
       
શાળામાં હાલમાં કુલ મંજુર મહેકમ ૭ શિક્ષકોનું છે અને શાળામાં કુલ ૭ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.જયારે શાળાની કુલ રજીસ્ટર સંખ્યા ૨૦૩ ની છે.શાળામાં કુલ ૭ ઓરડાઓ છે.દરેક ઓરડા વીજળીકરણની સુવિધાથી સુસજ્જ છે. શાળામાં કુમાર અને કન્યાઓ માટે અલાયદા સ્વછતા સંકુલની સુવિધા ઉપલબ્ધ છે. શાળામાં પીવાના પાણી માટે wasmo તરફથી મીનરલ વાટર પ્લાન્ટ મળેલ છે.

No comments:

Post a Comment